STORYMIRROR

Mrudul Shukla

Inspirational

4  

Mrudul Shukla

Inspirational

વરસાદી વાયરો

વરસાદી વાયરો

1 min
253

વરસાદી વાયરો વાયો રે, વરસાદી વાયરો વાયો.      

ગગનથી સંદેશો આવ્યો રે, ગગનથી સંદેશો આવ્યો.        

મેઘ ગગનમાં જામ્યો રે, પ્રભુનો નાદ ગાજયો,      

વરસાદી વાયરો વાયો રે, વરસાદી વાયરો વાયો.               

ઘેરાયા વાદળો ને અંધકાર છવાયો ,સૂરજ ક્યાં છુપાયો ?

ધરતી ખીલી ઉઠી, ને શીતળ પવન ફુકાયો,              

વરસાદી વાયરો વાયો રે, વરસાદી વાયરો વાયો.           

કોયલનો ટહુકો ગાજયો, દૂર વગડામાં મોરલો નાચ્યો,       

પંખીઓ એ કલશોર કર્યો, મૃદુલ મનનો મોરલો નાચ્યો,    

વરસાદી વાયરો વાયો રે, વરસાદી વાયરો વાયો.       

ઝરમર મેહુલિયો વરસ્યો, ભીની માટીની સોડમ લાવ્યો,

યૌવન ચડી હિલોળે, પ્રેમની મોસમ  લાવ્યો,      

વરસાદી વાયરો વાયો રે, વરસાદી વાયરો વાયો.      

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational