વરસાદી માહોલ
વરસાદી માહોલ
વરસાદી માહોલ છે રીમઝીમ બુંદોમાં રમીએ,
વરસાદી માહોલ છે ટીપ ટીપ બુંદોને અડીએ,
વરસાદી માહોલ છે ધીમી ધીમી ધારાંમાં ધળીએ,
વરસાદી માહોલ છે ઝરમર ઝરમરમાં ઝૂમીએ,
વરસાદી માહોલ છે છમ છમ છાંટાને સ્પર્શીએ,
વરસાદી માહોલ છે પટ પટ પોરાને પકડીએ,
વરસાદી માહોલ છે મન મન માહોલને માણીએ.
