STORYMIRROR

kusum kundaria

Romance

3  

kusum kundaria

Romance

વરસાદી ગીત

વરસાદી ગીત

1 min
11.4K

અવની પર આભનું ઝીણું ઝીંણું,

વરસે છે વહાલ,

લીલુંછમ મલકીને એય,

આપે છે તાલ,


મસ્તી ચડી છે ઝરણાંને,

ઠેકી ડુંગરા વહે છે ખળખળ,

કોને મળવાને આટલા આતુર !

ગણે છે જાણે પળપળ,

બહેકી બહેકી લાગે છે આજ એની ચાલ,

લીલુંછમ મલકીને...


છલકી ગઈ નદીયું, ઉતાવળી થઇને,

બસ દોડ્યા કરે,

ગાંડીતૂર થઈ પાછી નિયમ સઘળાં,

બસ તોડ્યા કરે,

બતાવે કદી ક્યાં એ પાછી ખુદના હાલ,

લીલુંછમ મલકીને...


વરસાદી કેફ જુઓ અંબરને,

જાણે ચડ્યો છે આજ,

મેઘધનુષ રચાયા કેવાને,

ખીલી છે સલૂણી સાંજ,

આખુંયે આકાશ થયું,

કેસરિયું ને લાલ લાલ,

લીલુંછમ મલકીને...


Rate this content
Log in

Similar gujarati poem from Romance