STORYMIRROR

Sapana Vijapura

Drama

3  

Sapana Vijapura

Drama

વરસાદ

વરસાદ

1 min
219


વરસાદને મુકી હું તો ઘરમાં નહીં આવું,

વાલમ તને સમ છે હું તો ઘરમાં નહીં આવું,


ભીંજવે મન અને તન મારું ભીંજવે ભીંજવે,

ઉંબરે ઊભો ઊભો તું કદી નહી જ સમજે,

બાળપણ મારું આવે ફરી ફરી મારે આંગણે,

ભીની ચૂંદડી મારી સરક સરક સરકે,

ઢગલા ભરી વ્હાલનાં હું તારી કને લાવું,

વરસાદને મુકી હું તો ઘરમાં નહીં આવું,


પંખીડા કેવાં સૂરમાં ગાતા ને હરખાતા,

વાછટમાં એ વ્હાલા કેવાં ભીંજાતા હરખાતાં,

કોરા કેમ રહી ગ્યા મારી આંખનાં સપનાં,

છટપટ પ્રીતનાં બાણ પણ હવે ના વાગતાં,

આંખ્યુંથી હું તો ઢગલો ભરીને આંસુડા ઢોળું,

વરસાદને મૂકીને હું તો ઘરમાં નહીં આવું.



Rate this content
Log in

Similar gujarati poem from Drama