વરણાગી.
વરણાગી.
જોજે મને અડતી,
મારો રંગ લાગી જશે,
પછી ઊંઘ નહી આવે,
યાદોમાં નીંદર ભાગી જશે,
ભણકારે આંખ ખુલશે,
સપના જાગી જશે,
વિરહ અસહ્ય થઈ જશે,
હૈયુ અનુરાગી થશે,
મોહ મારો એવો જાગશે,
કે મુખ મારુ વરણાગી થશે,
અંતે જો હુ નહી મળુ,
તો જીવન વૈરાગી થશે,
જોજે મને અડતી,
મારો રંગ લાગી જશે.