વૃક્ષોનું મહત્વ
વૃક્ષોનું મહત્વ
જન્મથી માંડીને મૃત્યુ સુધી આપણને ઉપયોગી લાકડું,
આપણા અંતિમસંસ્કારમાં પણ કામ લાગતું આં લાકડું,
માણસનાં સમગ્ર જીવનમાં કેટલું ઉપયોગી છે લાકડું,
છતાંય લોભી માણસ ન અટકતો બચાવવાં વૃક્ષોને લાકડું,
માણસ ન બચાવતો જંગલો જેઆપે ફળ, ફૂલ ને લાકડું,
માણસ મેળવ્યાં જ કરતો ઔષધિ ને ફર્નિચરનું લાકડું,
ભ્રષ્ટાચારમાં રાચતો માણસ પર્યાવરણને ભૂલ્યો,
વિકાસની આડમાં પોતાનાં લાભમાં વૃક્ષોનું મહત્તા ચૂક્યો,
સ્વાર્થ છોડીને પર્યાવરણનું વિચારી કરવું વૃક્ષારોપણ,
ભાવી પેઢીનું ભવિષ્ય જોઈ હવે બચાવવું પર્યાવરણ.
