STORYMIRROR

Sunita Mahajan

Inspirational Children

3  

Sunita Mahajan

Inspirational Children

વૃક્ષારોપણ

વૃક્ષારોપણ

1 min
154

આવી આવી ચોમાસાની સિઝન,

આવો આવો કરીશું વૃક્ષારોપણ,


વાવો બીજ, ફૂટશે અંકુર,

અંકુરનાં બનશે છોડ, છોડનાં બનશે વૃક્ષ,


 કરીશું વૃક્ષારોપણ, કરીશું એનું સંગોપન,

 ઓછું થશે પ્રદુષણ, દેશની વધશે શાન,


નાનાં નાનાં છોડ, ધીમે ધીમે થશે મોટાં,

આપશે તમને છાયા, આપશે ફળ-ફૂલ મોટાં,


વૃક્ષો લગાવો, વૃક્ષો સાચવો

વૃક્ષો માટે સમય આપણો આપવો,


શુદ્ધ થશે હવા, વૃક્ષો આપશે દુવા,

સ્વસ્થ કરશે મન, સ્વસ્થ કરશે તન,

સ્વસ્થ કરશે આપણો ભારત દેશ,


વૃક્ષ શોષશે કાર્બન ડાયોક્સાઇડ,

વૃક્ષ આપશે શુદ્ધ ઑક્સિજન,


કામ નથી આ કોઈ નાનું

લાભ મળશે એનાં બહુ મોટા,


વધશે એથી તમારી પણ શાન

થશો એથી તમે પણ મહાન,


આવી આવી ચોમાસાની સિઝન,

આવો આવો કરીશું વૃક્ષારોપણ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational