વંદન
વંદન
આપ્યો સંદેશ સાદાઈનો,
જીવન આખું વિતાવ્યું પોતડીમાં,
હે બાપુ તમને હો વંદન !
સત્ય અને અહિંસા શસ્ત્ર બનાવી,
આઝાદી લાવ્યા ભારતમાં કપરી,
હે બાપુ તમને હો વંદન !
નાટક એક હરિશ્ચંદ્રનુ જોઈને,
આજીવન સત્ય તમે પાળ્યું,
હે બાપુ તમને હો વંદન !
વિદેશી વસ્તુઓને ત્યાગી,
સ્વદેશીને જીવનમાં અપનાવી,
હે બાપુ તમને હો વંદન !
સૌની સંગ સમાનતા રાખી,
ઉંચ નીચના ભેદ તમે મિટાવી,
હે બાપુ તમને હો વંદન !
