STORYMIRROR

Aniruddhsinh Zala

Tragedy Inspirational

3  

Aniruddhsinh Zala

Tragedy Inspirational

વિશ્વને જરૂર વિશ્વશાંતિની

વિશ્વને જરૂર વિશ્વશાંતિની

1 min
176

હોડ ચાલી જંગની, બળવાન દેશો મલકાય 

ભૂખે મરતાં ગરીબો, પાડાનાં વાંકે પખાલીને ડામ,

 વધતી ગરીબી ઘણી, વધતાં વસ્તુના ભાવ 

 મહાસત્તાઓને ક્યાં પડી, ગરીબો જ પરેશાન 

ભૂખે મરતાં ગરીબો, પાડાનાં વાંકે પખાલીને ડામ,

આતશબાજી બોમ્બ મિસાઈલોની, પ્રજાના પૈસે હવે દેખાય

રોફ જમાવવા જગત પર, મોટા દેશો કરે હુંકાર 

ભૂખે મરતાં ગરીબો, પાડાનાં વાંકે પખાલીને ડામ,

મરતાં હજારો નિર્દોષ છતાં, મૌન ધરી જુવે દુનિયા આજ 

નહાસત્તાઓ માને મનમાં, મારી પાસે બીજાની સહુ ઓકાત,

ભૂખે મરતાં ગરીબો, પાડાનાં વાંકે પખાલીને ડામ,

શાંતિ માટેની સઘળી સંસ્થાઓ, નિષ્ફ્ળ દેખાઈ આજ

વર્ચસ્વ અને જાતિવાદની જંગ, જામી ચારેકોર આજ 

ભૂખે મરતાં ગરીબો, પાડાનાં વાંકે પખાલીને ડામ,

કોઈ લડાવે સ્વાર્થમાં, કોઈ લડે અહંકારમાં 

વાટાઘાટો નેતા કરે, નિદોર્ષ મરે દારૂગોળાની આગમાં 

ભૂખે મરતાં ગરીબો, પાડાનાં વાંકે પખાલીને ડામ,

જરૂર વિશ્વને વિશ્વ શાંતિની, શાંતિદૂત ગયાં ખોવાઈ,

'રાજ' વિનંતી મારી જગદીશ્વરને, સદબુદ્ધિ આપો સહુને આપ.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy