STORYMIRROR

Manjula Bokade

Romance

4  

Manjula Bokade

Romance

વિરહની અગ્નિ

વિરહની અગ્નિ

1 min
235

આકાશમાં છવાયા વાદળો હવે વાદલડી વરસી 

અગન સહન કરી ધરતી બની છે ખુબ તરસી,


વીજળીના ચમકારા સાથે આવી મેઘસવારી,

ધરતીની તરસ છીપાવી અને પશુપંખી ગયા વારી,


વીજળીના ચમકારે મનડું મારૂં પીયુ પીયુ બોલે,

વહેલા આવને પ્રિયતમ વીજળીના ચમકારે દલડું મારૂં ડોલે,


સાંબેલાધાર વરસાદ વરસે અને મોરલો ટહુકે,

મારા હૃદયમાં વિરહની અગ્નિ વેગે વેગે ભડકે,


ધરાની તરસ છીપાવવા જેમ‌ આવી મેઘસવારી,

પ્રીતની નાવમાં સવાર થઈ આવ તું જલ્દી જલ્દી,


જેમ ચાતકની તૃષ્ણા તૃપ્ત કરવા આવી વર્ષારાણી,

તેમ પ્રિયતમ તું આવીને મારી વિરહ અગ્નિમાં રેડ પ્રીતનું પાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance