STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

વિરહ

વિરહ

1 min
182

તુજ સંગ જીવન પ્રેમથી જીવીને હું,

પ્રફુલ્લિત બની ગયો,

તારા સ્નેહના ધોધમાં ભીંજાઈને હું,

તરબતર બની ગયો,


તારા અધરોથી સરકતા શબ્દોથી હું,

શાયર બની ગયો,

તારા પ્રેમ રાગનો આલાપ કરીને હું,

સંગીતકાર બની ગયો,


તારા પ્રેમનાં સ્વર્ગમાં મ્હાલીને હું,

ફરિશ્તો બની ગયો,

તુજને મારા દિલમાં સમાવીને હું,

પ્રેમનો દેવતા બની ગયો,


ખુદાને આપણા પ્રેમની ઈર્ષા થતાં હું,

એકલો પડી ગયો,

તારૂં અનંત પ્રવાસે ગમન થતાં "મુરલી", 

તારા વિરહમાં ડૂબી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance