વિખૂટાં પ્રેમી પંખીડા
વિખૂટાં પ્રેમી પંખીડા
રીત ના જાણું રિવાજ ના માનું
તારા પ્રેમમાં પાગલ બની ગઈ
ખુલ્લા આકાશમાં ઉડતા પંખીડા
સમાજના બંધનમાં બાંધ્યા
પ્રેમથી માળા સિંચવાના સપનાં સજાયા
આંખોમાં આંખ પરોવી આપણા કર્યા
તે સમણાં વિયોગમાં વહી ગયા
યાદો મનમાં લઈને ચૂપચાપ કિનારે બેસી ગયા
વિખૂટાં પડેલા અમે પારેવડાં
વિયોગની આગમાં ઝઝૂમી રહ્યા

