STORYMIRROR

Patel Padmaxi

Tragedy

4  

Patel Padmaxi

Tragedy

વિખરાયેલો માળો

વિખરાયેલો માળો

1 min
378


હતો પ્રણય ને હતા આપણે,

ને બંધાયા'તા એક તાંતણે,


કેવા અજનબી સગપણો,

માહોલ નવલો એ બારણે.


હળવા પગલાં ધીમે પડયા,

આ સંસાર તણા આંગણે.


નવી કેડીનો નવો અનુભવ,

ભીંજાયા સંબંધોના છાંટણે.


ગળાડૂબ એકમેકમાં તલ્લીન,

રમતો પ્રણયરંગ તે છાપરે.


ખોળલે રમ્યું નાનકડું પગલું,

નેહ ઉભરાયો હદય પ્રાંગણે.


અચાનક આવ્યું તોફાન ને,

મનડાંને ઘેર્યું શંકાના વાદળે.


વિખરાયો માળો તાર-તાર,

ગેરસમજો ગોઠવાઈ પાંપણે.


સંબંધનો દોરો તૂટી ગયો સાવ,

અલગ થયા સહી કરી કાગળે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy