વિકાસ કે વિનાશ
વિકાસ કે વિનાશ
વિકાસના નામે આ કેવો થયો વિનાશ છે?
પર્યાવરણનો થયો સત્યનાશ, પ્રદુષણનો ત્રાસ છે
ભૌતિકવાદની અવિચારી દોડમાં બધું રહ્યું છે હોમાઈ
કહેવાતી પ્રગતિ બની ગઈ એક જાતનો વિલાસ છે
ઝેરથી ભરાઈ રહ્યાં અહીંયા દરેકના શ્વાસોશ્વાસ છે
પૃથ્વીથી અંતરીક્ષ સુધી ફેલાયો પ્રદુષણનો ત્રાસ છે
ભૌતિકવાદની આંધળી દોડમાં બધું રહ્યું છે હોમાઈ
ગ્લોબલ વાર્મીંગની સંલગ્ન આપદાઓ ચોપાસ છે.