STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational Others

2  

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational Others

વિજયા દશમી

વિજયા દશમી

1 min
66

નવ નવ દિવસ દુર્ગા અને નવ સ્વરૂપને પૂજી ગરબાના તાલે ઝૂમ્યા અમે તો,

નવલા નોરતાની રાતડીએ મન મુકી માં ના પારણાં કરી, અમે તો એ મુક્ત મને વિહર્યા...


વિહરતા વિહરતા એક વળાંક આવ્યો છે એ...દશેરા સુધી આવ્યા અમે

ફાફડા જલેબી સાથે સંભારની મજા માણી, હવન પૂજાપાઠનો એક અહેમ હિસ્સો બની, અમે હવનનો પ્રસાદ લઈ રાત્રે ગરબા ઘૂમી માને કારમા હૈયે વિદાય આપી,


કહેવાય છે કે વિદાયની તો ખાલી મુહૂર્ત મુજબ રીત નિભાવવાની હોય છે મા તો દિલમાં વસેલા છે, એ નવશક્તિ નવદુર્ગા માડી...

દશેરા એટલે બીજું કંઈ નહીં કે માતાને ભાવભીની વિદાય આપતી વસમી દસમી રાત...


માતા આપણા સૌની વચ્ચેથી વિદાય લે છે...નવ દિવસની માયા લગાડી...

જે દરેક ભક્તજન માટે કારમી હોય છે...


આપણો ઈતિહાસ ગવાહ છે કે સત્ય ભલે પ્રમાણ માંગે છે, પરિસ્થિતિ દુષ્કર હોય છે, લડત તેની આકરી ભલે ને હોય પણ જીત હંમેશા સત્યની જ થાય છે...અન્યાય સામે સત્ય અને પ્રમાણિકતાની જીત..


મા કાત્યાયનીએ મહિષાસુર નામક દાનવ હણી મહિષાસુરમર્દીની તરીકે પૂજાયા, રામ અને રાવણ સાથે યુદ્ધમાં અસત્ય પરાજય થયું, આનાથી તો બીજા કેવા દાખલા હોઈ શકે...?


દશેરાની રાત્રે જો રાવણ કાઢો તો અહંકાર,

વેર ઝેર પાપ, મનમોટાવ, દગા, પ્રપંચનો નિકાળજો, નશીલા પદાર્થ જે દેશને બરબાદી તરફ દોરી જાય છે, એનો નિકાળજો વ્હાલા રામરાજ્ય સ્થાઈ જશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational