વિદૂષક
વિદૂષક

1 min

11.5K
મંચ પર આવતાં જ સૌને હસાવતાં
નાકે દડો મસ્તીનો એ જ છે પહેચાન
આંખમાં હો આંસુ રાખે હોઠ હસતાં
વિદૂષકનું કામ નથી એમ આસાન
હાવભાવ એના ગલીપચી કરતાં
ખૂલે હાસ્યનાં પટારા દર્શકનાં મનમાં ય
એ જ મંચ એ જ વિદૂષક રહે દર્શક બદલાતાં
એ જ જીવન એ જ માણસ છે સફર બદલાય
જીવંત આ કઠપૂતળીની ડોર માલિક રાખતાં
છૂપાડી અસલી ચહેરો કરે નિત્ય નાટારંભ.