STORYMIRROR

'Sagar' Ramolia

Tragedy

4  

'Sagar' Ramolia

Tragedy

વિધવા ભાગ-61 પતિનો પોકાર

વિધવા ભાગ-61 પતિનો પોકાર

1 min
579

પ્રભુ તું નાવ મારી ન રે ડૂબાડ, પાર ઉતાર

પાર ઉતાર રે પાર ઉતાર રે પાર ઉતાર.


શાંત સમીરના સહારે આગળ વધતી જાય,

ઝંઝાવતી વમળમાં એ હાલકડોલક થાય; પ્રભુ તું... પાર ઉતાર...


મારી નાવની પતવાર થૈ તું આગળ ધપાવ,

ભવસાગરના વમળમાં હેમખેમ રહી જાવ; પ્રભુ તું... પાર ઉતાર...


તારી કૃપા જો હશે તો એને આવશે નહિ આંચ,

કૃપાવિહોણી તારી એ પકડી લેશે ઊંડી ખાંચ; પ્રભુ તું... પાર ઉતાર...


તારી અમીદૃષ્‍ટિ ખુશ હોય તો લાગે નહિ બીક,

તારા વિનાની ડૂબે, ભલે હોય કિનારો નજીક; પ્રભુ તું... પાર ઉતાર...


તારા શરણમાં આવ્‍યો છું, મને તારો છે વિશ્વાસ,

અંધકાર અહીં ફેલાયો, તું આવી કર પ્રકાશ; પ્રભુ તું... પાર ઉતાર...


સંકટમાં અટવાયલો હું આવ્‍યો છું તારા દ્વાર,

નાવ મારી આગળ વધારી કરી દે બેડો પાર; પ્રભુ તું... પાર ઉતાર...


આરઝૂ તને કરું છું તું દેજે સદા મને સાથ,

તારા સહારે ભીડશું અમે તોફાન સાથે બાથ; પ્રભુ તું... પાર ઉતાર...


દુખિયારાનો પોકાર સાંભળી તું કરજે વ્‍હાર,

નહિતર કે'વાશે તું વિશ્વાસઘાત કરનાર; પ્રભુ તું... પાર ઉતાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy