STORYMIRROR

'Sagar' Ramolia

Tragedy

4  

'Sagar' Ramolia

Tragedy

વિધવા ભાગ-55 કોયલ-દૂત

વિધવા ભાગ-55 કોયલ-દૂત

1 min
408

કોયલડી રે તારા રાગથી, કોયલડી

વાલમજીને તેડી લાવ હો જી રે,

કોયલડી..... કોયલડી રે..... !


તારા રાગથી મને દુઃખી ન કર,

મારું તે કામ કરી આવ હો જી રે, કોયલડી.....


મારો અવાજ કોઈ ન સાંભળે,

મધુર સૂરે લલચાવ હો જી રે, કોયલડી.....


પાંખડી હોય તો ઊડીને પહોંચું,

એના વિના હું તો મૂંઝાવ હો જી રે, કોયલડી.....


તારા રે રાગમાં કામણ ભર્યું છે,

વિદેશની માયા છોડાવ હો જી રે, કોયલડી.....


નીલગગનનું રે તું છે પંખીડું,

વધારે વાર ન લગાવ હો જી રે, કોયલડી.....


મારી વેદનાને તું તો જાણી શકે,

એ વેદનામાંથી બચાવ હો જી રે, કોયલડી.....


મારા અંતરની તું છે અંતર્યામી,

પિયુનું મિલન કરાવ હો જી રે, કોયલડી.....


ભવોભવની તારી આભારી બનું,

તારી ગુલામ બની જાવ હો જી રે, કોયલડી.....


દિવસ ને રાત તારી માળા જપું,

તારાં ગીતડાં હું તો ગાવ હો જી રે, કોયલડી.....


પિયુ કાજે દિન-રાત તડપું છું,

જલદી ને જલદી તેડી લાવ હો જી રે, કોયલડી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy