Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Tragedy

4.9  

'Sagar' Ramolia

Tragedy

વિધવા ભાગ-51 પુત્ર-મરણ

વિધવા ભાગ-51 પુત્ર-મરણ

1 min
461

સૂરજ એનો માંદો પડયો,

માતા બની છે એની બાવરી જી રે !

પુત્રના દુઃખે બની દુઃખી,

આંખે વહે ગંગા-ગોદાવરી જી રે !

સારા સારા વૈદ્ય તેડાવ્‍યા,

તેડાવ્‍યા અનુભવી દાકતરો જી રે !

પુત્રને કોઈ સાજો કરો,

પૈસા ગમે તેટલા વાપરો જી રે !

વૈદ્યોએ ઓસડિયાં ઘસ્‍યાં,

દાકતરોએ તપાસી છે નાડી જી રે !

બધા આજે કામે લાગ્‍યા છે,

લીલુડી રાખવા એની વાડી જી રે !

રાત-દિવસ જોયા વિના,

સૂરજની કરે સારવાર જી રે !

મથામણ ખૂબ કરી છે,

રોગનો ન મળ્‍યો અણસાર જી રે !

વૈદ્યોએ હાથ ધોઈ નાખ્‍યા,

મદને પોતાનું કામ કર્યુંજી રે !

સૂરજની ખેંચાણી નાડી,

અંતિમ ડૂસકું એક ભર્યું જી રે !

નમાલા મુખે દાકતરોએ,

સંઘ્‍યા સમયે દીધી બાતમી જી રે !

રૂદનનો સૂર છોડયો માએ,

સૂરજ ગયો એનો આથમી જી રે !

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy