Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Romance

4.9  

'Sagar' Ramolia

Romance

વિધવા ભાગ-34 પિયુ-પ્રિયા ગીત-3

વિધવા ભાગ-34 પિયુ-પ્રિયા ગીત-3

1 min
476


(રાગ-આજ મારી મેના રે બોલે રે ગઢના.)


આજ મારા પિયુજી બેઠા રે ઘરના ઉંબરે,

     પિયુ તમે શું રે નીરખો છો ? (ર)

આજ મારા પિયુજી બેઠા રે ઘરના ઉંબરે !


આજ મારી ગોરાંદે મલકે રે ગોરા મુખડે,

     હું તો નીરખું ગોરીનું રૂપ, (ર)

આજ મારી ગોરાંદે મલકે રે ગોરા મુખડે !


આજ રૂડા તારલા ચમકે રે ઊંચા આભમાં,

     એનું તેજ ઝળહળ થાય, (ર)

આજ રૂડા તારલા ચમકે રે ઊંચા આભમાં !


આજ રૂડો ચાંદો ચમકે રે ગોરીના મુખડે,

     એવું ગોરીનું મુખ સોહાય, (ર)

આજ રૂડો ચાંદો ચમકે રે ગોરીના મુખડે !


આજ મારા સૂના રે જીવનમાં આવી રોશની,

     મળ્‍યો કાંઈ પિયુનો સંગાથ, (ર)

આજ મારા સૂના રે જીવનમાં આવી રોશની !


આજ એવી પાનખર ગઈ ને વસંત આવી,

     હાથમાં દે ગોરી તારો હાથ, (ર)

આજ એવી પાનખર ગઈ ને વસંત આવી !


આજ મારા પિયુજી બેઠા રે અનેરા રંગમાં,

     મલક મલક થાય છે મુખ, (ર)

આજ મારા પિયુજી બેઠા રે અનેરા રંગમાં !


આજ મારીગોરાંદે નાચે રે મનના સંગમાં,

     નટખટિયું દેખાય છે મુખ, (ર)

આજ મારી ગોરાંદે નાચે રે મનના સંગમાં !


Rate this content
Log in

Similar gujarati poem from Romance