STORYMIRROR

'Sagar' Ramolia

Romance

3  

'Sagar' Ramolia

Romance

વિધવા ભાગ-૩૧ ચૂંદડી

વિધવા ભાગ-૩૧ ચૂંદડી

1 min
339

ચૂંદડી ધીમા પવનમાં લહેરાય,

ગોરીનું મુખડું મલકાય,

એતો લરી લરી જાય;

મારું મનડું અરે, ઊંચું-નીચું થાય,

ચૂંદડી ધીમા પવનમાં લહેરાય. (ર)


ગોરી આગળ-પાછળ જાય,

એથી વધુ એ સોહાય;

મારું મનડું હાલકડોલક થાય, ચૂંદડી...


ગોરી જેમ જેમ આઘી જાય,

મારો જીવડો મૂંઝાય;

મારું હૈયડું આજે ઉતાવળું થાય, ચૂંદડી...


ગોરીનું રૂપ એવું દેખાય,

ચંદ્ર જાય છે શરમાય;

ચૂંદડીના રંગોથી તારા શરમાય, ચૂંદડી...


ચૂંદડી આંખને આંજી જાય,

દિલ દુખિયારું થાય;

ગોરી તેમ તેમ તો આઘી જાતી જાય, ચૂંદડી...


ગોરાંદે અલૌકિક દેખાય,

એને જોતા જાદુ થાય;

મારું મનડું આજે જાય છે ખોવાય, ચૂંદડી...


ગોરાંદે નજીક આવી જાય,

દુઃખ સર્વે દૂર થાય;

મન ચૂંદડીમાં અલોપ થઈ જાય, ચૂંદડી...


ચૂંદડીનો ચમત્‍કાર થાય,

બેડો પાર થઈ જાય;

સાજન મિલનની તરસ છીપાય, ચૂંદડી...


Rate this content
Log in

Similar gujarati poem from Romance