STORYMIRROR

'Sagar' Ramolia

Tragedy

3  

'Sagar' Ramolia

Tragedy

વિધવા ભાગ-30 પાઘલડી

વિધવા ભાગ-30 પાઘલડી

1 min
327

આ ફૂમકાળી ને છમકલી,

એ શો કરે છે શણગાર રે,

મારા નવા પિયુની પાઘલડી !


એ પિયુજીના માથે શોભતી,

એ દેખાય ભબકદાર રે, મારા...


રંગારે એમાં રંગ પૂર્યા,

જાણે ચાંદ લાગી ગયા ચાર રે, મારા...


દરજીએ ફૂમકું મૂકયું છે,

લાગે મોરનાં પીંછાદાર રે, મારા...


સોનીડે તેમાં જરી મઢી,

સૂરજની કિરણહાર રે, મારા...


એ મારી નજરમાં સમાણી,

મનડે કર્યો રણકાર રે, મારા...


પિયુનો જુસ્‍સો એ વધારતી,

મહાનતા દેખાડનાર રે, મારા...


પિયુને ખૂબ જ એ ગમતી,

ખૂબ કરતા સારવાર રે, મારા...


સૌની નજર ત્‍યાં પહોંચતી,

ને નજર થૈ જાતી ચાર રે, મારા...


ખીલ્‍યું છે જાણે માથે ગુલાબ,

જાણે આત્‍માનો ધબકાર રે, મારા...


રાજા પણ ત્‍યાં નમતું મૂકે,

એવી તો છે ચમકદાર રે, મારા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy