વિધાતા...હું તારી રચના છું
વિધાતા...હું તારી રચના છું


વિધાતા,હું તારી રચના છું...
પ્રકાશિત સૂર્યનું કિરણ જાણે...
અંધકાર ને ચિરી નાખું છું.
કાળા વાદળોને ધકેલીને બાજુ પર
રસ્તો મારો શોધી કાઢું છું.
નથી અધિકાર મને હતાશ થવાનો
હું તારી શક્તિનો જ એક ભાગ છું..
વિધાતા, હું તારી રચના છું..
ભયંકર તોફાનો વચ્ચે
આશાની ડાળીએ ખીલેલું એક ફૂલ છું..
નથી અધિકાર મને, હાર માની લેવાનો..
કાંટાની વચ્ચે રહીને પણ હું સુગંધ ફેલાવું છું..
વિધાતા,હું તારી રચના છું.