વિદાયનો સમય આવી ગયો છે
વિદાયનો સમય આવી ગયો છે


અંતરની વાતોના અંતનો સમય આવી ગયો છે,
હવે,ચહેરાઓની વિદાયનો સમય આવી ગયો છે,
અંતરના વહાલને છોડવાનો સમય આવી ગયો છે,
હવે,લાગણીની વિદાયનો સમય આવી ગયો છે,
અંતરમા રહેલને દીલથી દૂર થવાનો સમય આવી ગયો છે,
હવે,હૈયાની વાતોની વિદાયનો સમય આવી ગયો છે,
સંજોગોનાં સાથમાં સહેવાનો સમય આવી ગયો છે,
હવે,વિયોગમાં વિરહની, વિદાયનો સમય આવી ગયો છે,
સલામ સન્માન સાથનો સમય આવી ગયો છે,
હવે,વમળમાં વહેવાની વિદાયનો સમય આવી ગયો છે,
સાથ આપી સાથ લેવાનો સમય આવી ગયો છે,
હવે,વચ્ચે જ વિવાદની વિદાયનો સમય આવી ગયો છે,
અંતરની અમાનત બહાર કાઢવાનો સમય આવી ગયો છે,
હવે,અમાનતને સોંપી વિદાયનો સમય આવી ગયો છે.