વ્હેમ
વ્હેમ


આવી મજબૂરી ઉઠવા જઈ રહ્યો,
તેણે બીજાનો હાથ ઝાલ્યો !
ત્યાં જ એકે તો પગ ખેંચ્યો,
ને ઈશ્વરના હાથે તે મ્હાલ્યો !
પહેલા તો થયો કેવો વ્હેમ !
મૌન બોલ્યા નયનોની ભાષામાં,
પ્રેમ મધુશાલામાં સ્થિતિ સર્જાઇ !
સમય બદલાયો ને બદલાયા તે,
ત્યાં જ સાનમાં એ ક્ષણ પરખાઈ !
પહેલા તો થયો કેવો વ્હેમ !
જીવન આખું જીવી જશું સંગાથે,
તો થઈ જશે પ્રેમ તૈયારી!
પણ,પ્રિય ! સંગેની તો એક
ક્ષણ જ,
બની જાય આજીવનની સહિયારી,
પહેલા તો થયો કેવો વ્હેમ !
બાહ્ય રુપની હોય રુપાળી પ્રતિમા,
અપ્રતિમ સુંદરતા હશે ત્યાં !
જે નયનોમાં સમાઈ જાય એવી,
બાહ્ય ને આંતરિક સ્વપ્નદ્રષ્ટિ ક્યાં?
પહેલા તો થયો કેવો વ્હેમ !
ચંદ્ર ઘટે તો સાગરમાં ઓટ,
ચંદ્ર વધે તો સાગરમાં ભરતી !
હોય સાચો જીવનસંગ સુખ દુઃખે,
તો 'સ્વપ્નીલ'ની રજની મનોહર ઠરતી !
આમાં ન હોય કોઈ વ્હેમ !