STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy Thriller

વહેમ

વહેમ

1 min
203

ભલે તું મારાથી દૂર છે,

પણ દિલથી ખૂબ નજીક છે,

તું મુજને મળે કે ન મળે,

તું મારા દિલની ધડકન છે,


મારાથી તું નારાજ થઈ છો,

છતાં તું ખૂબ સમજદાર છો,

તું મુજને સમજે કે ન સમજે,

તું મારા દિલની ધડકન છો,


સ્વભાવે તું ખૂબ ભોળી છો,

પણ વહેમનો ભોગ બનેલી છો,

દૂર કર દે વહેમ તું મુજ પરથી,

તું મારા દિલની ધડકન છો,


તું મારા પ્રેમનો પડછાયો છો,

તું શીતળ પ્રેમની સરિતા છો

મુજ પર પ્રેમ વહાવી દે વ્હાલી,

તું મારા દિલની ધડકન છો,


મારા પ્રેમની તું રાગિણી છો,

મારા શ્ચાસોની તું સરગમ છો,

છોડી દે તું ગેરસમજ "મુરલી",

તું મારા દિલની ધડકન છો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance