વહેમ
વહેમ
સમજાયું નહીં, કેમ કરી લાગ્યો?
રોગ આ હઠીલો વહેમનો લાગ્યો,
દવા દુઆ કાંઈ કામ ના આવે, મનને હવે કોઈ કેમ કરી સમજાવે?
ડેરો નાખી બેઠો કોઈ ખૂણે, મનની હાલત મન જ જાણે.
એની જાળમાં એવો ફસાણો, છતી આંખે કપાળે અથડાયો પાણો.
કર્યું નક્કી નથી આમાં સપડાવું,
વહેમના ચક્કરમાં શાને જાત ને ભરમાવું?
ઈલાજ આ અકસીર જાતે શોધી કાઢ્યો,
વહેમ નો રોગ ઉભી પુંછડીયે ભાગ્યો !
