વેલ્સના મહાકાળીમા
વેલ્સના મહાકાળીમા
ચાલો ચાલોને સહિયર જઈએ રે,
નવલી નવરાત્રીમાં જઈએ રે,
મહાકાળીમાના મંદિરે રે,
લંડનની ઉત્તરે તે આવ્યું રે,
ચપટી ભરી કંકુ ને ઘીનો તે દીવો,
શ્રીફળની જોડ લઈને રે હાલો,
મહાકાળીમાના મંદિરે રે,
લેસ્ટરથી અમે જઈશું રે મોરી મા,
ઉતારા કરશું બે દિવસ આશ્રમમાં,
ચાલો ચાલોને જઈએ વેલ્સમાં રે,
ગરબો લીધો છે સખી સાથમાં રે,
સુંદર દીવો મેં પ્રગ્ટાવ્યો રે,
સ્તુતિ કરીને અમે નૈવેદ્ય ધરાવ્યાં,
નૈવેદ્ય ધરાવીને અમે માને જમાડ્યાં,
આરતી કરીને અમે પ્રસાદ લીધો,
જાણે અમૃતનો કોળિયો ચાખ્યો રે.
