વેલેન્ટાઈન દિનની વધામણી
વેલેન્ટાઈન દિનની વધામણી
વેલેન્ટાઇન દિનની વધામણી વધામણી વાલમજી
સંત હૃદયનાં સંદેશડા ઝીલી(૨)
ફૂલ–ગુલાબી હું શાયરી રે ભોળી
અનુરાગી રંગે રંગશું રંગોળી..
વાલમજી…
વેલેન્ટાઇન દિનની વધામણી
ઝૂલશું ઝરુખડે ઝૂમતાં ગાતાં
તમે ઘનઘોર વરસજો ગાજતાં
દૂર દૂર મોરલાના મીઠડા નાદે
ભાવે ભીંજાઈ અમે મલકશું….
વાલમજી…
વેલેન્ટાઇન દિનની વધામણી
લાગતી વ્હાલી આ કોયલની વાણી
કહેતી તમ ઉરની કહાણી
છૂપા–છૂપીના ખેલ વ્હાલા વાલમજી
પૂછે, વસંતના વાયરા કેમ શરમાણી?
વાલમજી…
વેલેન્ટાઇન દિનની વધામણી
સમર્પણના શણગારની ઓઢણી ઓઢી
ઝુલાવશું સંત હૃદયના સરપાવા
–કે મીઠડા હો ભવભવના સ્નેહ સરવાળા
વાલમજી…
વેલેન્ટાઇન દિનની વધામણી.