STORYMIRROR

Nirali Shah

Children

4  

Nirali Shah

Children

વેકેશન

વેકેશન

1 min
256

અહા! કેવું મજાનું આવ્યું વેકેશન,

હાશ! હવે પત્યું પરીક્ષાનું ટેન્શન,


લુડો, સાપસીડી, વેપાર ને કેરમ,

રમો ધરાઈને નથી કરવાનું હવે લેસન,


સાંજે રમીશું કબડ્ડી, ખો-ખો ને ક્રિકેટ,

સાથે આવી બરફના ગોળાની ફેશન,


મોજ પડી કોકાકોલા, પેપ્સી ને આઈસક્રીમની,

રોજ ઘરે થશે હવે તો કેરીના રસના ફંકશન,


રાત્રે થશે જમાવટ મોબાઈલ માં ગેમની,

અમે તો એમાં પણ મનાવીશું જીતનો જશન,


બસ થોડા દિવસ કરીશું મોજ મસ્તી અહીં,

પછી તો વહેલું દેખાશે મામાના ગામનું જંક્શન.


Rate this content
Log in

Similar gujarati poem from Children