વેદના
વેદના
આ દેહ વેદનાનો ડુંગરો,
આત્મા સુખનો ધોધ,
ભાવના આ સુખને તુ તારામાં શોધ.
આ સંસારે કોઈનુ, કોઈ નથી કિંચિત,
ભાવના એમ માનીને, વેદનાથી રહો અલિપ્ત.
વેદનાનું મૂળ મમત્વ છે, સમત્વ સુખનુ મૂળ,
ભાવના આ સમજતાં, જાય સમી સહુ શૂળ.
