વચનમાં નથી
વચનમાં નથી
હું આ ચમન કે આ ગગનમાં નથી,
એવુંય નથી કે હું તારાં નયનમાં નથી,
હજુ સુધી એ વાત સ્વીકારી નથી મેં,
કે તારી યાદોના હું વજનમાં નથી,
મળવું હોય તો આવજે, હું મળીશ,
એમ ન માનતી કે હું કફનમાં નથી,
હજુ તું બોલાવતી હોઈશ માનું છું,
પણ હવે હું તારાં ઇજનમાં નથી,
તે આપેલી જુદાઈને મેં સ્વીકારી છે,
કારણ કે હવે હું તારાં વચનમાં નથી !
