વૈવિધ્ય
વૈવિધ્ય
કુદરત તારી કારીગરી,
કેવી કલાકારી કરી.
અલગ રૂપરંગ ને
છે અલગ આકાર.
પાન, ફળ, ફૂલ,
હોય વેલ વનરાય,
સરીસૃપ કે સમુદ્રી જીવ,
ખગ,મૃગ, જંગલી, તિર્થકયોનિ,
દેવ, દાનવ કે મનુષ્ય
દરેકના રૂપ, રંગ ને
ગુણ, આકાર અનેક.
જીવવા જેવી ધરતી બનાવી,
રસીલી વનરાઈ.
રૂપરંગ,
ગંધને વળી આકાર અનેક.
બુદ્ધિ, સંગીત સંગ ઉપજાવ્યાં
આકાર અનેક.
કુદરત તારી કારીગરી,
કેવી કલાકારી કરી.
એક આકાર,
મળે ન કયાંય લગાર.
