STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Children

3  

Meenaz Vasaya. "મૌસમી"

Children

મારું બાળક

મારું બાળક

1 min
180

તારા આગમને અમને સુકુન આપ્યું,

સાવ સૂનકાર હતું અમારું આ ઘર,

તારાં પગલે કિલકારીઓથી ભરી દીધું,


તું જો હસે અમારી ઉદાસી સઘળી ચાલી જાય,

તું જો રોવે તો સૌ સભ્યો દોડતા થઈ જાય,

તારા પગલે જાણે બાગ હર્યુંભર્યું બન્યું,


જીવવાનું અમને કારણ મળ્યું,

તારી પાછળ દોડી સારી તંદુરસ્તી બની,


તારા નાના હાથ જ્યારે સ્પર્શે ત્યારે સ્વર્ગની અનુભૂતિ થાય,

તારી મનમોહક આંખો અને ગુલાબી ગાલને જોઈ,

ઈશ્વરના શુકરાનાં અદા કરવાનું મન થાય,

તારા આગમને પરિવાર બન્યો હર્યોભર્યો,


તું છૂપાઈ જ્યારે પાલવ પાછળ,

દુનિયાનું સઘળું સુખ મળી જાય,

તારી કાલી ઘેલી બોલી તો સંગીતના સૂર જેવી લાગે,

તારો એક એક શબ્દ જાણે મોતી લાગે,

તું જાણે મારી આંખની જ્યોતિ લાગે.


Rate this content
Log in

Similar gujarati poem from Children