STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Children

3  

Meenaz Vasaya. "મૌસમી"

Children

મારે પણ પરીઓના દેશમાં જવું છે

મારે પણ પરીઓના દેશમાં જવું છે

1 min
152

દફતર અમારું થોડું હળવું કરો ને,

અમને પણ ગિલ્લી દંડા, પકડ દાવ રમવા દો ને,

ના કોઈ અમને રોજ ટોક ટોક કરો,

ના હોમવર્ક માટે દબાણ કરો,

ખુલ્લી હવામાં અમને પણ શ્વાસ લેવા દો ને,


દાદા દાદી પાસેથી અમને પણ પરીકથા સાંભળવી છે,

અમને આ પરીઓના દેશની સફર કરવી છે,

અમને પણ આ જલસો કરવા દો ને,

અમારે પણ બાગે જઈ પતંગિયાની જેમ દોડાદોડ કરવી છે,

ફૂલોનો સ્પર્શ કરવો છે,

લસરપટ્ટી ખાવી છે,

આ માટી સાથે દોસ્તી કરવી છે,


કોચિંગ ક્લાસ ટ્યુશન ક્લાસમાંથી,

અમને મુક્તિ આપો ને,

ફરિયાદ અમારી સાંભળોને,

અમારે ક્યાં હીરા મોતી ઝવેરાત જોઈએ છે,

બચપણની મોંઘી મિરાત જોઈએ છે,

બસ થોડું હરવા ફરવા કૂદવા અમને આપો ને,

અમારે તો મુક્ત ગગનના પંખી બનવું છે,

આમ પિંજરમાંથી મુક્ત કરો ને.


Rate this content
Log in

Similar gujarati poem from Children