નવી દુનિયા
નવી દુનિયા
આકાશે ઊડતાંં અને વિહરતાં
ભૂરા ભૂરા રંગના શરીરે ફરતાં
પરગ્રહવાસીઓ સંગ જાણીએ નવી દુનિયા,
માથે મજાનાં એન્ટેના ધરાવતાં
ગોળ ગોળ આંખોએ જોતાંં
પરગ્રહવાસીઓ સંગ જાણીએ નવી દુનિયા,
એક ગ્રહથી બીજે ગ્રહ ફરતાંં
યાનમાં જાણે મોજથી ઘૂમતાંં
પરગ્રહવાસીઓ સંગ જાણીએ નવી દુનિયા,
નાનકડાં શરીરે સુંદર દેખાતાં
ટોર્ચના પ્રકાશથી ઝળહળી ઊઠતાંં
પરગ્રહવાસીઓ સંગ જાણીએ નવી દુનિયા,
બોસની દરેક આજ્ઞા પાળતાં
યુરેનિયમ ખજાનો સાચવતાં
પરગ્રહવાસીઓ સંગ જાણીએ નવી દુનિયા,
અલગ દુનિયામાં વસવાટ કરતાંં
અલગ અંદાજથી દુનિયા માણતાંં
પરગ્રહવાસીઓ સંગ જાણીએ નવી દુનિયા,
નાનકડી દુનિયામાં ખુશ રહેતાંં
પૃથ્વીવાસીઓ સંગ નાતો જોડતાંં
પરગ્રહવાસીઓ સંગ જાણીએ નવી દુનિયા..
નવા રંગરૂપે ગ્રહમાં જઈ ફરતાંં
નાનકડાં શરીરે સુંદર દેખાતાં
પરગ્રહવાસીઓ સંગ જાણીએ નવી દુનિયા.
