પાંખ વગરનું પતંગિયું
પાંખ વગરનું પતંગિયું
મારા જીવનમાં આવ્યું ખૂબસૂરત
અને મન મોહક પતંગિયું
ગુલાબની પાંખડી જેવા હોઠ એના
હસે તો જાણે પતઝડમાં પણ આવે બહાર
ગાલ પર ખંજન એના રૂપકડા
હાથ તો જાણે સફેદ રૂપેરી રૂ જેવા
કમલ જેવું એનું મુખડું ગુલાબ જેવા ગાલ
દાડમ ની કળી જેવા દાંત એના
ઘુઘરિયલા છે બાલ એના
ખિલખિલાટ હાસ્ય એનું ગજાવે મારું આંગણું રોજ
મારા ગુલશનની શોભા એ તો
મારા બગીચાનું રૂપાળું પતંગિયું એતો
દોટમ દોટ કરે પતંગિયા જેમ
ઉઘડતી ઉષાની લાલિમા જેવું એનું રૂપ
એની આંખો ઉઘડતા પડે મારી સવાર
એની આંખો બંધ થતાં થાય મારી રાત્રી
મારા દિલનું સૂકુન એ તો મારી રાતોનું ચેન
મારી ખૂબસૂરત દુનિયા એ તો મારું સુંદર જહાન
પાંખો ફૂટી એને થયું લાવને આપુ ઊડવા પૂરું આકાશ
મનમાં થયું મારું પતંગિયું હોય સૌમાં શ્રેષ્ઠ
આ વિચારે આપ્યું મોટું બેગ
સપનાઓ ઊંચા મારા ડોકટર બને નામ રોશન કરે મારું
થોડા દિવસ ઉચ્છળ કુદ કરી આ પતંગિયાએ
નવી જિંદગી નવા દોસ્ત
પણ ધીરે ધીરે સ્ફૂર્તિ થઈ ગઈ ગાયબ
પતંગિયાની પાંખો જાણે ગઈ કપાઈ
પૂછ્યું મે મારી જાતને આમ કેમ ?
જવાબ મળ્યો મને
હળવી પાંખોમાં આ વજનદાર બેગ
કેમ કરી ઊંચકાય ?
આ બેગના ભારે તો આ પાંખો તૂટી જાય
આ તૂટેલી પાંખે આકાશનું ઉડાન કેમ ભરાય ?
