શૈશવ
શૈશવ
ચાલને આપણે રેતીમાં રમીએ,
ફરી એકવાર બચપનને સેવીએ,
જિંદગી આખી બસ ઘૂમતા રહીએ,
બાળપણ ને ફરી એકવાર જીવીએ,
શૈશવ કાળમાં એક ડૂબકી મારીએ,
ચાલને સાઈકલની રેસ લગાવીએ,
દરિયાકાંઠે આથમતો સૂરજ જોઈએ,
એક બીજાને બસ ગમતા રહીએ,
મિત્રોની ટોળી સાથે દૂર સુધી ફરીએ,
રમતાં-રમતાં કલશોર કરતાં જઈએ,
ચાલને આપણે રેતીમાં રમીએ.
