STORYMIRROR

Rekha Patel

Children Stories

3  

Rekha Patel

Children Stories

ઊડતી રકાબી

ઊડતી રકાબી

1 min
201

ગગનેથી વિહાર કરી, 

ધરા પર આવી, 

એક ઊડતી રકાબી,

 

પ્રકાશપૂંજ નીહાળ્યો અને, 

રકાબીએ સ્થાન કર્યું ગ્રહણ,

 

હેલ્મેટ સરખું પહેરીને, 

પરગ્રહવાસીએ ડગ માંડ્યો ધરા પર,

 

જોયું અચરજ ચારે તરફ,

કોઈ જુદો જ માહોલ મળ્યો અહીં જોવા,

 

સાવ અલગ ઓળખ લાગે,

નથી એ મારા ગ્રહના વાસી,

પૂછે છે પરગ્રહવાસી માનવીને, 

શું પહેરવેશ કેમ જુદો છે આપણો ? 

ના, અમે પૃથ્વીવાસી, 

તમે ગગનવાસી,

 

વિચારી એ પરગ્રહવાસી, 

જોયાં કરે સઘળું અચરજથી, 

ન સમજાય બોલી તેની, 

ન સમજાય રીત તેની,

 

માનવી પણ શું કરે ? 

થયું મોટું અચરજ તેને માટે,

 

ફરી વળ્યાં બધાં એ પરગ્રહવાસીઓને, 

જીવ બચાવી નાસી ગયા, 

દૂર જંગલમાં પહોંચી ગયાં,

 

રાહ જોઈ પાછાં જવાની,

થોડીજ વારમાં તેજપૂંજ આવ્યો પાછો, 

ઊડતી રકાબીમાં જઈ વિદાય લીધી.


Rate this content
Log in