જન્મ દિવસ
જન્મ દિવસ
તારા નાના નાના મુખથી બોલને
આજે સાભળે છે દાદાજી
તારી કાલી ઘેલી વાણીને સાંભળે દાદાજી
તારા નટખટ અંદાજને,જુએ છે દાદાજી
તારા સુંદર ગીતો સાંભળે આજે દાદાજી
તારી સાથે બાળક બની જાઉં
તારી સાથે રમત રમવા આવું
આનંદ આનંદ થાય તારા દાદાજી
આવ્યો તારો જન્મ દિવસ
ખુશીનો માહોલ લાવ્યો
તારી ખુશીમાં છે સૌ ખુશ
આશીષ આપે તને દાદાજી
તને જન્મ દિવસની બધાઈ
તને હેપી બર્થડે કહે દાદાજી
જન્મ દિવસ તો બધાના આવે
તારા જન્મ દિવસની ખુશી
તારા મુખ પરનો આનંદ
સૌ શુભેચ્છાઓ આપે તને
હેપી બર્થડે કહે છે દાદાજી
