વાતો - 53
વાતો - 53
આજનું રાજકારણ છે,
મારાં માટે તે તારણ છે,
ભલે એ કોનું મારણ છે,
ઊંચા બાંધેલ તોરણ છે,
રાખેલ નીચા ધોરણ છે,
પ્રજાને ભલેને લાંગણ હોય,
જીવતર ના સંધાણ હોય
બારણે ઊભા માંગણ હોય,
બંને હાથે મારાં જમણ હોય,
દેશ વિદેશના ભ્રમણ હોય,
સેવાની વાત છે ખાલી કહેવા
મળે છે ભરપૂર ખાવા મેવા,
સંતાનો તો થશે બાપ જેવા,
કૂવામાં હોય તો હવાડે આવે,
પોત પોતાની દુકાન સૌ ચલાવે.
