વાસંતી - વિચાર
વાસંતી - વિચાર
વાત છેડી છે તમે,
જાત જોડી છે તમે.
છે વસંતો આકરી,
રાહ મોડી છે તમે.
ફૂલ મ્હોરે વૃક્ષમાં?
ડાળ તોડી છે તમે.
આ ઉદાસી સાંજને,
સાવ છોડી છે તમે.
જાજમો લીલીછમ્મ,
સરહદો ખોડી છે તમે.
વાત છેડી છે તમે,
જાત જોડી છે તમે.
છે વસંતો આકરી,
રાહ મોડી છે તમે.
ફૂલ મ્હોરે વૃક્ષમાં?
ડાળ તોડી છે તમે.
આ ઉદાસી સાંજને,
સાવ છોડી છે તમે.
જાજમો લીલીછમ્મ,
સરહદો ખોડી છે તમે.