STORYMIRROR

Manisha Joban Desai

Romance

2  

Manisha Joban Desai

Romance

રાહ જોતાં...

રાહ જોતાં...

1 min
2.7K


- અછાંદસ રચના -

સાંજનું આછું આછું અજવાળું 
ટેબલ મેટની ડીઝાઇન જોઈ રહી.
કુકરની સીટી..
ઓહ...બસ તૈયારી જ ગાડી પાર્ક કરતો હશે.
ફોનની રીંગ... 
પાછી એકદમ નીરવ સાંજનો અહેસાસ 
એક યાદનો શેરડો ચમક્યો!

લગ્નનાં શરૂઆતનાં દિવસો
કિચન ટોપ પર બેસી..
હસ્યો
ને..
"ચાલ, દાળમાં ચમચો ફેરવું."
જો.."બીજું કઈ આવડતું નથી." 
બાજુનાં સેલ્ફ પરથી હર્બ્સની બોટલ લઉં છું.. 
ત્યાં..
દુપટ્ટાનો છેડો એનાં હાથમાં
ને,
ક્મ્મરે હાથ વીટી તાજાં નહાયેલ શેમ્પુની સુંગંધ લેતો, 
"માઈન્ડ બ્લોઇંગ.."
અને ...કાન પાસે સુવાળું સ્પર્શવું,

ડોરબેલ વાગી- 
ઓહ, વોચમેન ચાવી આપવા આવ્યો..
લીવીંગની ટીપોઈ પરથી મેગેઝીનની એડ જોઈ રહી
મોડેલ્સની ખાલીખમ્મ આંખો...

જરા કીવી જ્યુસ લઈ બેઠી...
આજનો દિવસ યાદ હશે કે?
ડોરબેલ રણકી આવીને સોફા પર બેગ પછાડતા-
"માઈ ગોડ આ ટ્રાફિક, ફ્રેશ થઇને આવું."
આહ.. તાજા ફેસીઅલની ચમક અને આઇબ્રોની ધાર બેઅસર...
ભુલાતી જતી આદતોની યાદ મનમાં સરકતી જાય છે...
એ દિવસો...

તાજી લખેલી ગઝલ વોટ્સઅપ પર મોકલું અને
તારો "નાઈસ માય લવ.." નો મેસેજ. 
 આઈ-કલાઉડ પર હજી ક્યાંક ટકરાતા હશે...
બસ એવું જ બધું ફરી થવું જોઈએ?

આ થાય છે એ પ્રેમ નથી?
ગળા સુધી એક ડૂસકું આવી ને અટકી જાય છે.
બેડરૂમમાં જવા જાઉં છું ત્યાંજ બહાર આવી- 
"હેપ્પી બર્થ-ડે.."
"તારું પરફ્યુમ અને બાટીલ નો ખજૂર સ્ક્વોશ."
"હમ્મ... યાદ છે?"
ભીના ભીના વાળમાંથી મારી પર પાણીનાં ફોરા ઉડાડતો તું- 
હું ભીંજાઈ જાંંઉ છું.
પ્રેમનાં પહેલા વરસાદની જેમ.

 


Rate this content
Log in

Similar gujarati poem from Romance