Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manisha Joban Desai

Others

4  

Manisha Joban Desai

Others

પ્રશ્ન

પ્રશ્ન

1 min
14.1K


ધોમધખતા

તાપમાં

ચા લઇ દોડતા નાનકડા પગલાં

આસ્ફાલ્ટ થઇ ગયા છે,

ક્યાં છે તું હજી ?


હાથમાં રોટલાનો એક

 ટુકડો લઇ ઉપર તાકતી

 આંખોનો પ્રશ્ર્ન,

 ક્યાં છે તું હજી ?


સદીઓ પછીએ હજુ

દ્રૌપદી દાવે લાગે

ને.... ચીરહરણ સતત,

ક્યાં છે તું હજી ?


લોકમેળામાં સંસ્કૃતિ

શોધતા માનવ એકલા

ક્યાં છે તું હજી ?


રોજ દર્શને જતા

ભાવિકભક્તો કમોતે મરતા,

ક્યાં છે તું હજી ?


તારા અસ્તિત્વને ટકાવવા

 ધર્મના રમખાણ,

ક્યાં છે તું હજી ?

સૂર્યના ઢળતા જ

દહેશતમાં થરથરતા

નિર્દોષ જીવો ,

ક્યાં છે તું હજી

હે પ્રભુ, હે કૃષ્ણ, હે ઈશ્વર, ઓહ ગોડ, અલ્લાહ, જિસસ, વાહે ગુરુ...


Rate this content
Log in