STORYMIRROR

Manisha Joban Desai

Fantasy

2  

Manisha Joban Desai

Fantasy

આંસુ

આંસુ

1 min
13.6K


તરસતી આંખો મહીનું જળ થયું આંસુ, 
પ્રેમનાં  સૌએ   દર્દોનું  રણ થયું આંસુ.

રોકશું એને કદી જો હાસ્યની આડમાં,
વાત સઘળીએ  કહી, છલક્યું આંસુ.

હોય છે ખારાશ હૃદયે જગતનાં ખારની, 
ગાલ પર અમસ્તું  એક  સરક્યું આંસુ.

ઝળહળે જે આંખમાં થઈ સોનેરી ચમક,
હોય છે એ આખરે ગમ ભર્યું આંસુ.

રાત દિવસની ઘટમાળે થીજતાં દૃશ્યો,
આંખની ઉષ્માએ  પીગળ્યુ આંસુ.

દિલની એ ભેખડોથી ખળખળ વહેતું,
તે અમૃતસમું પારદર્શક મળ્યું આંસુ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy