આજની નારી
આજની નારી
રોજ રાહો જોડતી એ જાય છે,
સાંકળો સૌ તોડતી એ જાય છે.
આગવા કામો થકી સમયવનમાં,
સુંદર ક્ષણો છોડતી એ જાય છે.
ફક્ત હોવું આ જગતમાં કૈં નથી,
પગરણ નવા ખોડતી એ જાય છે.
ભીડમાં આ જગતના ખોવાઈને,
સ્વઅસ્તિત્વ શોધતી એ જાય છે.
એક નવલો સુરજ ઉગે આભમાં,
જો, ક્ષિતિજે દોડતી એ જાય છે.
