STORYMIRROR

Vijay Shah

Tragedy

4  

Vijay Shah

Tragedy

વાર નથી લાગતી

વાર નથી લાગતી

1 min
368

દિવસને આથમતા વાર નથી લાગતી, 

સમયને ભાગતા વાર નથી લાગતી, 


મુક્ત ગગનમાં આજે વિહરી લો જરા, 

આફતને આવતા વાર નથી લાગતી, 


રંગ બદલતા ચહેરા છે બેશુમાર, 

માનવને બદલતા વાર નથી લાગતી,


શબ્દોની તલવારને રાખજો મ્યાનમાં,

સંબંધોને બગડતા વાર નથી લાગતી, 


માનવ બનીને થોડું જીવી લેજો 'વીજ', 

જિંદગીને લથડતા વાર નથી લાગતી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy