STORYMIRROR

Heena Pandya (ખુશી)

Thriller

5.0  

Heena Pandya (ખુશી)

Thriller

વાર કર

વાર કર

1 min
744


એકલી જાણી મને મેદાનમાં 'ને તું વાર કર,

કે ધરી તલવાર મુજ તાકાતની પણ જાણ કર,


પ્રેમમાં આપી શકું મસ્તક કદી તું માંગને!

જૂઠ સાથે દાવ છે'ને,જીતવાની વાત કર?


ફૂંકવા બણગાં હવે જો છે સમય પણ તો ઘણો,

તો રડીને જા ઘણું આ શહેરને તું બાન કર.


મેળ તો જાહેરમાં પડશે હવે તારો પછી,

ખાનગીમાં તું ભલે કાબેલ એવી રાડ કર.


કર નડીને પેંતરાં હજુ જીવતો છે હૃદયમાં,

જોશ પણ ભરપૂર વહેતો રાહ ના જો હાલ કર.


સાચવે છે આબરૂને તું હવે નાસી જઈ,

કેમ ભાગે?હોય સાચી જો ખુમારી માત કર!


આમ ઠાલા તીરથી ભયભીત ના કર ને હવે,

હોય ના હજુ હાલ તું તૈયાર તો'તો કામ કર.


રાખ તું ફાવટ પ્રહારોનેય સહેવાની રખે,

યુદ્ધમાં ફાવે નહીં તો ગાંડુ આખું ગામ કર.


ના વળે તોયે કશું તો આવ ને પાછો ફરી,

જાત બાળી શીદ તું તારી જ "ખુશી" લ્હાય કર?



Rate this content
Log in

Similar gujarati poem from Thriller