વાંસળીના છેદન
વાંસળીના છેદન

ગોકુળની ગલીઓમાં વાંસળી વગાડે
વાંસળી વગાડે, વાલો ભાન રે ભૂલાડે
કાનુડા તારી વાંસળીના છેદન સૌને ઘેલા રે કરે !
સુની સુની શેરીઓને તું જગાડે
વાંસળીના સૂરે સૌને રે રમાડે
કાનુડા તારી વાંસળીના છેદન સૌને ઘેલા રે કરે !
વૃંદાવનમાં તું ગોપીઓ સંગ રાસ રચાવે
ગોપીઓને ઘેલી કરી ભાન રે ભૂલાવે
કાનુડા તારી વાંસળીના છેદન સૌને ઘેલા રે કરે !
તારી વાંસળી સુણીને ગાવલડી દોડી આવે
પ્રકૃતિ આખી સજીવન થઈ હરખ લાવે
કાનુડા તારી વાંસળીના છેદન સૌને ઘેલા રે કરે !
તારી વાંસળીના સૂરે ગોવાળિયા કેવા નાચે
રાસ રમીને આખા વૃંદાવનમાં ધૂમ નચાવે