વાંસળી વગાડે રે નંદજીનો લાડકો
વાંસળી વગાડે રે નંદજીનો લાડકો
વાંસળીએ લટકે ફૂમતા ચાર,
ને વાગે છે એમાં સાત સૂર.
વાંસળી વગાડે રે....
વાંસળીએ બાંધી છે ઘૂઘરી,
ને રંગ છે એનો સોનેરી.
વાંસળી વગાડે રે...
વાસળી ટાંકેલ હીરા મોતી,
ને વૃંદાવનમાં એ તો ગૂંજતી
વાંસળી વગાડે રે...
વાંસળીએ જૂદાં જૂદાં પક્ષીઓની ભાત,
ને તેના સૂરે મોહિત થતાં યશોદા માત.
વાંસળી વગાડે રે...
વાંસળીએ ઘેલી થાતી ગોપીઓ,
ને સાનભાન ભૂલતી ગાવડીઓ.
વાંસળી વગાડે રે...
વાસળીએ શોભે મોરપીંછ સુંવાળા,
ને મોહી જતાં ભક્તો સઘળાં.
વાંસળી વગાડે રે...
વાંસળીએ તલ્લીન થયાં છે મોહન,
ને મોહી લીધું મારું મન.
વાંસળી વગાડે રે...
